Ambalal Patel Agahi : મોસમના જાણકારો અવનવી રીતે ચોમાસાને લઈને આગાહી કરતા હોય છે. કોઈ પંખીઓના અવાજના આધારે, તો કોઈ પ્રકૃતિમાં જોવા મળતા અવનવા પરિવર્તનના આધારે, તો કોઈ અખાત્રીજના પવનના આધારે આગાહી કરતા હોય છે. આ લોકો પ્રાચીન વિદ્યાના નિષ્ણાત ગણાય છે. જેઓ દસ આની, બાર આની, પંદર આની વરસાદ પડશે તેવુ કહે છે. ત્યારે આ આની વરસાદ શુ છે અને કેવી રીતે ગણાય છે તેનુ ગણિત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમજાવ્યું.
કેવું રહેશે 2023 નું ચોમાસુ ?
2023 નું ચોમાસું ખેડૂતો માટે કેવું રહેશે તેને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી કે, આ વર્ષે 10–12 આનીનો વરસાદ થશે. સામાન્ય રીતે પહેલાના સમયે કેટલી આનીનો વરસાદ પડશે તે જાણવા જાણકારો વડની વડવાઈઓ કેટલી ફૂટી તેના ઉપરથી માહિતી મેળવતા હોય છે. જો 4 આની વરસાદ પડે તો ઓછો વરસાદ પડે છે. 16 આનીનો વરસાદ શ્રેષ્ઠ વરસાદ તરીકે ગણાય છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી અઠવાડિયાથી કે એટલે જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં ચોમાસું એન્ટ્રી સાથે ધડબડાટી બોલાવશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ તરફ હવામાન વિભાગે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ (22થી 24 જૂન) સુધી હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢનો સમાવેશ થાય છે.
અંબાલાલ પટેલે 25-30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ થવાની અને નદી-નાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાતમાં 27થી 30 જૂને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે, ગુજરાતમાં 27થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ ચોમાસામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. બનાસકાંઠાના વિવિધ ભાગમાં પણ વરસાદ થશે.
અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે. પરંતુ આ વચ્ચે તેમણે ગુજરાત પર વધુ એક સંકટની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી કે, રાજ્યમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવાની શક્યતા છે.
Ambalal Patel Agahi : જુન મહિનાના અંતમા ધોધમાર વરસાદ આવશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે 26 થી 27 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. 4 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્યભાગોમાં વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહન તા. ૨૩,૨૪,૨૫ જૂનમાં સક્રિય થશે. જેથી દક્ષિણ, પૂર્વીય તટ ઉપરથી દેશના મધ્ય ભાગ સુધી આવવાની શક્યતાઓ રહેશે
આ પણ જુઓ :South Movie: રિલીઝ પહેલા જ 100 કરોડની કમાણી, સાઉથ ની આ ફિલ્મે બનાવ્યો હતો રેકોર્ડ
Ambalal Patel Agahi : ભારે વરસાદથી પૂર આવશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વર્ષે દ. ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચોમાસું અતિભારે રહેશે. જેથી નદીઓના જળસ્તર પણ વધશે. ખાસ કરીને નર્મદા, તાપી નદી, સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે. તો સાથે જ નાના જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. આ વરસાદ ગુજરાતની પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવશે.