Ambalal Patel Agahi: ગુજરાતમાં આખરે ચોમાસાનો પહેલો વરસાદ આવી ગયો છે. વહેલી સવારથી મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેડામાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. આમ હવે એવું લાગે છે જાણે ગુજરાતમાં ચોમાસું આવી ગયું. કાલથી ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે.
આ વખતે ચોમાસું પશ્ચિમ કાંઠા પરથી 8 જૂન પછી આગળ વધીને 11 જૂન સુધીમાં કર્ણાટકના ભાગે અટકી ગયું. પરંતુ બંગાળની ખાડીનું ભારેખમ વહન ભારે વરસાદી સિસ્ટમ ઊભી કરતા હવે આવતી કાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આવતી કાલથી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર તારીખ 25-26 જૂનથી ચોમાસું શરૂ થશે. પરંતુ 28 જૂનથી 2 જુલાઈની વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મહેસાણાના વિસ્તારો, હારીજ, સમી, બેચરાજી, કડી સિદ્ધપુર, વિસનગર, માણસા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
જ્યારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો, વડોદરા, પંચમહાલ, અને અમદાવાદમાં વરસાદની આગાહી છે. રાજસ્થાનના ઉદયપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થતા તથા સાબરકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણી છલકાવવાની શક્યતા છે.
આ પણ જુઓ : Antyeshti Sahay Yojana 2023 : અંત્યેષ્ઠિ સહાય યોજના અંતર્ગત શ્રમિકોને રૂપિયા ૧૦ હજાર ની સહાય મળશે
આ ઉપરાંત મુંબઈ-મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે. ગુજરાતના અન્ય વિસ્તારોમાં ડાંગ, આહવા, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાયના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાની પગલે નર્મદા બે કાંઠે વહી શકે છે. 8મી જુલાઈ સુધીમાં ગુજરાતના પછી તો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે.