અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ બિપરજોય વાવાઝોંડું આગામી 24 કલાકમાં રૌદ્ર રુપ ધારણ કરી શકે છે. આ આગાહીને પગલે 14મી જૂન સૂધી સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદન થવાનું અનુમાન છે.
વાવઝોડું પોરબંદરથી માત્ર 600 કિમી દૂર
અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું ગુજરાત નજીક આવી રહ્યું છે. હાલ વાવાઝોડું બિપોરજોય વધુ તેજ બનીને આગળ વધી રહ્યું છે. હવે વાવઝોડું પોરબંદરથી માત્ર 600 કિમી દૂર છે અને ગુજરાતના દરિયા નજીકથી પસાર થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ત્યારે વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડું ગુજરાત કાંઠા નજીક આવવાની સંભાવના છે. અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની અસર ભારે થઈ શકે છે. તેમજ બંગાળની ખાડીમાં પણ હળવા ચક્રવાતની અસર થતા આ વાવાઝોડું ઓમાન તરફ ન જઈ શકે અને ભેજ પૂર્વ તરફ ખેંચાઈ જાય છે તેના કારણે વાવાઝોડું ઓમાનના બદલે ગુજરાતના દરિયાકાંઠે આવવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.
દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થવાની પણ સંભાવના
વાવાઝોડાથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પર અસર જોવા મળી શકે છે. વાવાઝોડાના કારણે દરિયામાં 220 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે જેના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં પ્રતિ કલાકે 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ ભારે પવન સાથે વરસાદ થવાની પણ સંભાવના છે જેને પગલે દરિયાકાંઠા વિસ્તાર લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યુ છે.