e-Pan Card PDF Download : ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન નજીક આવી રહી છે. એવામાં બધા નોકરી કરનારા લોકો તેના માટે જરૂરી દસ્તાવેજ એકત્રિત કરી રહ્યા છે. આઈટીઆર ફાઈલ કરવા માટે આધાર અને પાન કાર્ડ બે જરૂરી દસ્તાવેજ છે. જો તમે પણ આઈટીઆર ફાઈલ કરવા માંગો છો અને તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું છે, તો તમે તેને ઈનકમ ટેક્સની વેબસાઈટથી ડાઉનલોડ કરી શકો છો.- તમારા ડેશબોર્ડ પર વ્યૂ/ ડાઉનલોડ સર્વિસ e-PAN પર ક્લિક કરો.
ઈનકમ ટેક્સ તરફથી કસ્ટમર્સને e-PANની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પાન કાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં તમે તેના સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. અહીં અમે તમને સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આવો જાણીએ કે, તમારું e-PAN કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે.
આવી રીતે ડાઉનલોડ કરો e-PAN કાર્ડ
e-PAN ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલી ઈનકમ ટેક્સની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર જવું પડશે. તેના માટે તમારે વેબ બ્રાઉસરમાં “https://www.incometax.gov.in/” ટાઈપ કરો. અહીં તમે પહેલાથી રજિસ્ટર્ડ નથી, તો “Register Yourself” ના વિકલ્પ પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો અને જો તમે પહેલાથી જ રજિસ્ટર્ડ છો, તો અહીં લોગ ઈન કરો. ત્યારબાદ વેબસાઈટ પર “e-PAN” સેક્શનમાં જાઓ.
e-PAN પર વિકલ્પ પસંદ વિગતો સબમિટ કરો- e-PAN પેજ પર તમારે “New PAN” કે “PAN Card Reprint” જેવા વિકલ્પ મળશે. તમારી પાસે પહેલાથી PAN કાર્ડ છે, જે ખોવાઈ ગયું છે તો એટલા માટે “PAN Card Reprint”નો વિકલ્પ પસંદ કરો. અહીં તમારે પાન નંબર, આધાર નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ દાખલ કરવા માટે કહેવામાં આવશે. સંપૂર્ણ વિગતો ભરીને સબમિટ કરો. ત્યારબાદ તમારી પાસે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપી નોંધાવ્યા બાદ વેરિફિકેશન કરો.
આ પણ જુઓ : જાણો PAN આધાર લિંક કરવાની છેલ્લી તારીખ અને ₹1000ની ફીમાં વધારો થશે કે કેમ?
e-PAN માટે આપવી પડશે ફી- વેરિફિકેશન પછી તમારે e-PAN માટે લેટ ફી આપવી પડશે. સામાન્ય રીતે લગભગ 50 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. પરંતુ તે થોડા સમય બહુ ઓછો કે વધારે પણ હોઈ શકે છે. ફી પેમેન્ટ થઈ જવા પર તમારે એક વેરિફિકેશન મેસેજ આવશે. ત્યારબાદ ફરીથી e-PAN પેજ પર જઈને તમારો રજિસ્ટર્ડ ઈમેઈલ ચેક કરો. તમારે તમારા ઈ-મેઈલ પર e-PAN ડાઉનલોડ કરીને લિંક મળશે. આ લિંક પર ક્લિક કરીને તમે તમારા e-Pan Card (e-PAN PDF Download) ને પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.