Gold Price Today : જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. 10 ગ્રામ સોનું 59,550 રૂપિયા સસ્તું થયું છે. એક કિલો ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને હવે તે 71,500 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી છે.
ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 200 રૂપિયા ઘટીને 59,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 59,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
આજે ચાંદી કેટલી પહોંચી છે?
એ જ રીતે, દિલ્હીમાં ચાંદીની કિંમત પણ રૂ. 800 ઘટીને રૂ. 71,500 પ્રતિ કિલો પર આવી હતી. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હી બુલિયન માર્કેટમાં હાજર સોનાનો ભાવ રૂ. 200 ઘટીને રૂ. 59,550 પ્રતિ 10 ગ્રામ થયો હતો.
વિદેશી બજારોમાં સોનામાં ઘટાડો
વિદેશી બજારોમાં સોનું અને ચાંદી અનુક્રમે US$1,928 પ્રતિ ઔંસ અને US$22.53 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા.
આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.