Ambalal Patel agahi : બિપોરજોય વાવાઝોડાને લઈ હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાની શક્યતા છે. તેમણે ઉમેર્યું કે, હજુ ચોક્સ રીતે બિપોરજોય વાવાઝોડું કયા જશે તે અત્યારે ન કહી શકાય. અંબાલાલ પટેલે કહ્યું કે, ઓમાન તરફ બિપોરજોય વાવાઝોડું ફંટાઈ જવાનું હોવા છતાંય વરસાદની અસર ગુજરાતમાં રહેશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડાને લઈ આગાહી કરતાં કહ્યું કે, વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ શકે છે. જોકે વાવાઝોડું ફંટાઈ જાય તો પણ બિપોરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે આવતીકાલથી કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી બે દિવસમાં દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે. આ સાથે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈ આગાહી કરતાં કહ્યું કે, 18 થી 19 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાના વરસાદનું આગમન થશે. આ સાથે ઉમેર્યું હતું કે, ગુજરાતમા ચોમાસું સારૂ બની રહેશે.
બિપોરજોય વાવાઝોડાથી હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આ બિપોરજોય વાવાઝોડું ઉત્તર અને પશ્ચિમ દિશાથી ઓમાન તરફ આગળ વધશે. આ તરફ વાવાઝોડું આગળ જતા આવતીકાલથી 2 દિવસ ભારે હવા ફૂંકાશે. આ તરફ હવે ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે ભારે પવન ફૂંકાશે. જેને લઈ આવતીકાલથી 2 દિવસ દરિયાકિનારે ન જવા સલાહ આપવામાં આવી છે. આ તરફ 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટો છવાયો વરસાદ રહેશે.
ગુજરાત માટે બે દિવસ અતિભારે
બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વલસાડ, ભરૂચ, ડાંગ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં સૂકું વાતાવરણ રહેશે.
હવામાનની આગાહી કરી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર હાલ મહારાષ્ટ્ર અને ગુજરાતને બિપોરજોય વાવાઝોડાથી કોઈ ખતરો નથી. આ સાથે આગાહી કરી છે કે, વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશા ઓમાન તરફ આગળ વધતું હોઇ આવતીકાલથી 2 દિવસ ભારે પવન ફૂંકાશે. જેમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના તટ પર 50 થી 70 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. સ્કાયમેટ અનુસાર 10 અને 11 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને છૂટોછવાયો વરસાદ રહેશે.
વાવાઝોડાને લઈ વરસાદ થવાની સંભાવના
બિપોરજોય વાવાઝોડું હાલ ગોવાથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 870 કિમી દૂર છે. આ સાથે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં 930 કિમી દૂર છે. આ તરફ હવે આગામી 3 દિવસ વાવાઝોડું ઉત્તર, ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેને લઈ હવે આ વાવાઝોડાને કારણે વરસાદ થવાની સંભાવના છે.