Tar Fencing Yojana Gujarat 2023 : આજે અમે તમને ગુજરાત સરકાર તરફથી મળતી તાર ફેંસિંગ યોજના વિશે વિગતવાર જાણકારી આપશું જેવી કે આ યોજના હેઠળ કેટલી સહાય મળે છે, યોજનાનો લાભ લેવા માટે ફોર્મ કેવીરીતે ભરવું વગેરે. તો તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી વાંચો.
જંગલના વન્ય પ્રાણી અને પશુઓ જેવા કે નીલગાય,ભૂંડ અને છુટા પાલતું પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના (Tar Fencing Yojana Gujarat 2023) ગુજરાત સરકારના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા. ૦૮/૧૨/૨૦૨૦ ના રોજ ઠરાવ બહાર પાડી અમલમાં મુકવામાં આવી છે. આમ તો આ યોજના વર્ષ ૨૦૦૫ થી અમલમાં છે ૫રંતુ રાજય સરકાર દ્વારા ખેડુતોના હિતમાં યોજનાને વઘુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા તેમજ વઘુમાં વઘુ ખેડુતો આ યોજનાનો લાભ લઇ શકે તે માટે તેમાં અવાર-નવાર સુઘારાઓ કરવામાં આવેલ છે.
આ૫ણા દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક વધારવા માટેનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યુ છે. ત્યારે આ દિશામાં ગુજરાત સરકાર ૫ણ પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યું છે. તાજેતરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારના કૃષિ , ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપક્રમે રાજ્યભરના ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણનાં’ યોજનાનું ઇ-શરૂઆત ગાંધીનગરમાં કર્યુ હતું. જેમાં કાંટાળી તારની વાડ બનાવવાની યોજના (tar fencing yojana Gujarat) નો ૫ણ સમાવેશ થાય છે.
તાર ફેન્સીંગ યોજના વિગત | Tar Fencing Yojana 2023
યોજનાનું નામ | તાર ફેન્સીંગ યોજના 2023 – Tar Fencing Yojana 2023 |
લાભાર્થી | ગુજરાત રાજ્યના ખેડૂતો |
રાજ્ય | ગુજરાત |
સહાય | રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે |
અરજીનો કરવાનો પ્રકાર | ઓનલાઈન |
અધિકૃત વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
તાર ફેન્સીંગ યોજનાનો ઉદેશ્ય
ખેડૂતના મહામૂલા પાકને નીલગાય અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થશે.
તાર ફેન્સીંગ યોજના મળવાપાત્ર લાભ
- આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે.
- પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) ૫૦% સહાયની ચુકવણી કરવામાં આવશે.
- બીજા તબકકાની ચુકવવાપાત્ર ૫૦ % સહાય (રૂ.૧૦૦ પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે.
તાર ફેન્સીંગ યોજના જરૂરી દસ્તાવેજો
- બેંક ખાતાની પાસબુક
- 7/12 અને વર્ગ 8અ ની વિગતો સાથે તમારા આધાર કાર્ડની એક નકલ જરૂરી છે.
- આધાર કાર્ડની નકલ.
- એકથી વધુ ખાતેદારના કિસ્સામાં સંમતિ પત્રક
- અગાઉ તારની ફેન્સીંગ યોજનાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયા હોય તો તેનું બાહેધરી પત્રક
આ પણ જુઓ : Urban Green Mission : બેરોજગારો ને મળશે નોકરી : ગુજરાત સરકારે જાહેર કરી એક નવી યોજના
તાર ફેન્સીંગ યોજના માટેના સ્પેસીફીકેશન
- ખૂંટોની સ્થાપના માટે ખોદકામનું માપ નીચે મુજબ છે: લંબાઈમાં 0.40 મીટર, પહોળાઈ 0.40 મીટર અને ઊંડાઈ 0.40 મીટર.
- ઉપયોગ માટે મંજૂર કરાયેલા સિમેન્ટ કોંક્રીટના થાંભલાઓના પરિમાણો લંબાઈમાં 2.40 મીટર અને પહોળાઈ અને ઊંચાઈ 0.10 મીટર છે. આ થાંભલાઓમાં ઓછામાં ઓછા ચાર સેર અને લઘુત્તમ વ્યાસ 3.50 mm હોય છે.
- બે થાંભલાઓ વચ્ચે ઓછામાં ઓછું 3 મીટરનું અંતર જાળવવું આવશ્યક છે.
- સહાયક થાંભલા બંને બાજુએ 15 મીટરના અંતરાલ પર સ્થિત હોવા જોઈએ, અને તેમના પરિમાણો મૂળ થાંભલા સાથે મેળ ખાતા હોવા જોઈએ.
- થાંભલાનો પાયો બાંધવા માટે, 1:5:10 ના ગુણોત્તરમાં સિમેન્ટ, રેતી અને કાળો કાચો માલ ધરાવતા મિશ્રણનો ઉપયોગ કરવો આવશ્યક છે.
- 0.08 મીમીના વત્તા-માઈનસ ગુણોત્તર સાથે, કાંટાવાળા વાયરને લાઇન વાયર અને પોઈન્ટ વાયર બંને માટે લઘુત્તમ 2.50 મીમી વ્યાસની જરૂર છે. કાંટાળો તાર ISS ચિહ્નિત ડબલ વાયર, ગેલ્વેનાઈઝ્ડ અને GI સાથે કોટેડ હોવો જોઈએ.
તાર ફેન્સીંગ યોજના સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |