WhatsApp Trick Status Download : ફેસબુકનું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એક અદ્ભુત એપ છે. વોટ્સએપના આગમન પછી લોકોનું જીવન ઘણું સરળ બની ગયું છે. વોટ્સએપ યુઝર્સની સુવિધા માટે કંપની સતત નવા ફીચર્સ લાવતી રહે છે. ગયા વર્ષે, કંપનીએ વોટ્સએપ સ્ટેટસ ફીચર બહાર પાડ્યું હતું.
વોટ્સએપ સ્ટેટસ ફીચરની રજૂઆતને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી આ ફીચરની લોકપ્રિયતા બરકરાર છે. યુઝર્સ આ ફીચરને ખૂબ પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે સ્ટેટસ 24 કલાક પછી આપમેળે દૂર થઈ જાય છે. સ્ટેટસમાં ફોટા કે વીડિયો સરળતાથી પોસ્ટ કરી શકાય છે. માત્ર વોટ્સએપ જ નહીં, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એપ્સમાં પણ સ્ટેટસ ફીચર રજૂ કરવામાં આવ્યું છે.
વોટ્સએપના સ્ટેટસ ફીચરથી યૂઝર્સ પોતાના મનગમતા ફોટા અને વીડિયોને પોતાના સ્ટેટસમાં મૂકી શકે છે. આ સ્ટેટસ તે તમામ લોકો જોઈ શકે છે જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં છે અને આ સ્ટેટસ ફક્ત 24 કલાક સુધી જોઈ શકાય છે. આ સ્ટેટસને ફક્ત જોઈ શકાય છે અને તેના પર જવાબ આપી શકાય છે. તેને સેવ કે ડાઉનલોડ કરી શકાતું નથી.
જો તમે કોઈ અન્ય વ્યક્તિનું વોટ્સએપ સ્ટેટસ શેર કરવા માંગતા હોવ તો વોટ્સએપમાં એવી કોઈ જ ટેક્નોલોજી નથી. ફોટો શેર કરવું સરળ છે કારણ કે તમે તેનો સ્ક્રીનશોટ લઈને કોઈને પણ શેર કરી શકો છો. પરંતુ જો તે વોટ્સએપ સ્ટેટસ વીડિયો હોય તો તેને શેર કરવો શક્ય નથી. હવે અમે તમને એક એવી ટેક્નિક જણાવીશું જેનાથી તમે વોટ્સએપ સ્ટેટસમાં મૂકાયેલો વીડિયો પણ સેવ કરી શકશો.
વોટ્સએપ સ્ટેટસ પર મૂકાયેલા કોઈ પણ વીડિયોને શેર કરવા માટે સૌથી પહેલા તમારે એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર ગૂગલ ફાઈલ્સ નામની એપને ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ આ એપ ખોલો. iOS યૂઝર્સ કોઈ અન્ય ફાઈલ મેનેજર એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. ગૂગલ ફાઈલ્સએપમાં ડાબી બાજુ સૌથી ઉપર એક મેનુ જોવા મળશે. તેને ખોલીને સેટિંગ્સમાં જાઓ અને ‘શો હિડન ફાઈલ્સ’ના ઓપ્શન પર ક્લિક કરો.
ત્યારબાદ તમારા ડિવાઈસના ફાઈલ મેનેજરમાં જાઓ, ઈન્ટર્નલ સ્ટોરેજના ઓપ્શન પર ક્લિક કરો, વોટ્સએપને સિલેક્ટ કરો, પછી મીડિયા અને પછી સ્ટેટસના ઓપ્શનને સિલેક્ટ કરો. આ રીતે તમે જે પણ સ્ટેટસ જોશો, તે તમારા ફોલ્ડરમાં પણ જોવા મળશે ત્યારબાદ તમે તે વીડિયોને ફોલ્ડરથી સેવ કે ડાઉનલોડ કરીને કોઈ અન્યની સાથે પણ શેર કરી શકો છો.
આ રીતે એક એપ ડાઉનલોડ કરીને તમે કોઈ પણ સ્ટેટસ સેવ કરી શકો છો. ઈચ્છો તો તમારા કોઈ મિત્ર કે સંબંધીને પણ મોકલી શકો છો.